Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાશે

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાશે

મોરબી: ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની ૩૨૪૩૮ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે ૪૬૭૨ જગ્યાઓ ભરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે.

આગામી તારીખ ૦૭/૦૨/૨૦૨૫ ના એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ના કે.કે.શાહ હાઇસ્કુલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કુલ-વાંકાનેર ખાતે, તારીખ ૧૧-૦૨-૨૦૨૫ ના આઈ.ટી.આઈ.-ટંકારામાં અને તારીખ ૧૨-૦૨-૨૦૨૫ ના યુ.એન.મહેતા આર્ટસ કોલેજ- મોરબી ખાતે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ઉમેદવારો રૂબરૂ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments