માળિયા તાલુકાના ખાખરેચી અને વરડુસર ગામ વચ્ચે ધોડાધોઈ નદી આવેલી છે અને આ નદીમાં ઘણા સમયથી કેમિકલ યુક્ત પાણી આવે છે આ પાણી ખાખરેચી અને માળા બાના સર્વે નંબર માં જે કારખાના છે તેમાંથી આવે છે અને કેમિકલના ટેન્કર નદીમાં ઠલવાય છે તેના કારણે અનેક પ્રકારના માછલાના મૃત્યુ થયેલ છે તો તેના ઉપર તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત પાણી બંધ કરવા માટે ખાખરેચી ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી કરી છે તેવું ગોવિંદભાઈ પ્રેમજીભાઈ જસાપરાએ જણાવ્યું છે.
