મોરબી : એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત IDBI Bank ના સહયોગથી રોટરી ક્લબ ઓફ મોરબી તથા રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટના સંયુક્ત ઉપક્રમે બાજીરાજ બા કન્યા શાળા ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 102 વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવ્યું હતું.

જરૂરિયાત મુજબ હિમોગ્લોબીન લેવલ વધે તે માટે આયર્ન તથા ઝીંકની ટેબલેટ આપવામાં આવી હતી. આ તકે લેહરૂ લેબોરેટરીના ટેકનીશીયન રમેશભાઈએ સેવા આપી હતી. આ પ્રોજેક્ટમાં IDBI bank મોરબીના મેનેજર રોબિનભાઈ નાગપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ રોટરી ક્લબ રાજકોટ ના રોટે. કેતનભાઇ જોશીના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યો. આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટે. રષેશભાઈ મહેતા ઉપરાંત પ્રેસિડેન્ટ કિશોરસિંહ જાડેજા, બંસી શેઠ, હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા તથા અશોકભાઈ મહેતાએ આપી હતી.
