મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મકરાણીવાસ નજીકથી ચોરાઉ બાઈક સાથે મૂળ કચ્છના વતની અને હાલમાં વાંકાનેર રેલવે સ્ટેશન નજીક રહેતા એક શખ્સને ઝડપી લઈ પૂછતાછ કરતા બે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણી વાસ નજીક બાઈક લઈને પસાર થતા આરોપી અલીઅસગર ઓસમાણભાઈ શેખ રહે.હાલમાં વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ઝૂંપડામાં મૂળ રહે.અંજાર કચ્છ વાળાને અટકાવી બાઈકના કાગળ માંગતા ગલાતલા કરવા લાગતા પોકેટ કોપ એપમાં ચેક કરતા બાઈક ચોરાઉ હોવાનું સામે આવતા આરોપીએ મોરબીમાંથી બાઈક ચોરી કર્યાનું કબૂલી અન્ય એક બાઈક માધવ માર્કેટમાંથી પણ ચોરી કર્યાનું અને હાલમાં આ બાઈક આરોપીના ભાઈ શાહરુખ ઓસમાણભાઈ શેખ રહે.ટંકારા વાળા પાસે હોવાનું કબુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી બે વાહન ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા.
આ કામગીરીમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર,જે.સી.ગોહીલ પો.સબ.ઇન્સ, રાજદીપસિહ રાણા એ.એ.આઇ, કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ, સવજીભાઇ દાફડા એ.એસ.આઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ,જયવંતસિંહ ગોહીલ એ.એસ.આઇ,હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ,સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ, કપીલભાઇ ગુર્જર પો.કોન્સ, પૃથ્વીરાજસિંહ જાડેજા પો.કોન્સ જોડાયા હતા.
