રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખે કરી રજૂઆત
મોરબી જીલ્લાની મચ્છુ ૨ અને મચ્છુ ૩ યોજનામાં કમાંડ વિસ્તારમાં વધારો કરવાની માંગ સાથે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
જે રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાનો માળિયા તાલુકો સિંચાઈની સુવિધાથી વંચિત છે. હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ – ૨ તેમજ મચ્છુ-૩ આવેલ છે. તેમાં મચ્છુ – ૨ માં પહેલા કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે, તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલ ને મોટી કરીને કમાન્ડ વિસ્તાર માં વધારો થઇ શેક તેમ છે.
કમાન્ડમાં વધારો શક્ય છે. કારણ કે મચ્છુ – ૨ યોજનાના જુના કમાન્ડમાં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે. કેનાલને ગ્રેવિટીને બદલે લીફ્ટ સિંચાઈમાં ફેરવવામાં આવેલ છે. મચ્છુ – ૨માં નર્મદા કેનાલનું પાણી પણ આવે છે. તો ઉપરનાં કારણો જોતા કમાન્ડ માં વધારો શક્ય છે. આ ઉપરાંત પાક વાવેતરમાં ફેરફાર આવેલ છે. પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝનમાં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં રાયડો જેવા પાકોનું વાવેતર કરવમાં આવતું હતું. હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી ખેતરો ખાલી ના રહેતા હોય વાવેતર ઓછું થાય છે. તેમજ રવિ પાકમાં ઝીરુંના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે. અને ચાલુ કેનાલની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાચાવદરડા, તરધરી અને મોટા દહીસરના ઘણા ખેતરોમાં ચાલુ સાલે રવિ પાકનું વાવેતર થયેલ છે. જે લોકો મચ્છુ – ૨ કેનાલના વધારાના પાણીનો ઉપયોગ કરેલ છે. અને તેઓને પાણી મળેલ પણ છે. એટલે પાણી ની ઘટ તે તો પાકું છે. સરકાર ને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરો માં થયેલ પાકની સિંચાઈ શુક્લ ની આવક થતી નથી. જો કમાન્ડ વધારવામાં આવે તો સરકાર ને પણ આવક થાય.
સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તાર માં આવવાથી ફાયદો થાય છે. તેમને પાકા ધિરાણ માં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે. ખેતર ના નાના ટુકડા પણ ખાતે ચડી જશે. પોતાનો પાક સિંચાઈ ની સુવિધા ને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. ગામડા ઓ માંથી ખેડૂતોનું પલાયન અટકશે. વંચિત છે. તેને સિંચાઈ નો લાભ મળશે. નમર્દા કમાન્ડ માં જે બચત છે, તેમાં એમનો સમાવેશ કરવાથી સરકાર ને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે.
તો ઉપરોક્ત બાબતો ધ્યને લઇ વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં વધારો કરવામાં આવે નહીતર મોરબી માંથી પસાર થતી કેનાલ ને કવર કરી દેવા આવશે તો પછી આમાં કો સુધારો કરી શકાશે નહિ નો કેનાલ ઉપર સ્લેબ નું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામ ને અગ્રતા આપી ને કમાન્ડ વધારવા અમારી માંગ કરી છે યોગ્ય કરવામાં નહી આવે તે અમારે ના છૂટકે ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો કરવાની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.