શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝામા નેકસસ લકઝરીયસ સ્પામા પોલીસ ત્રાટકી
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા બિલ્ડીંગમાં સ્પાની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સને દેહવ્યાપાર કરાવતા ઝડપી લઈ 20,500 રોકડ સહિત 1.35લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબીના શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝામા આવેલ નેકસસ લકઝરીયસ સ્પામા ગ્રાહકોને બહારથી મહિલાઓ બોલાવી શરીર સુખ માણવાની સગવડ પુરી પાડવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દરોડો પાડતા સ્પામાંથી કોન્ડમ સહિતની વસ્તુઓ મળી આવતા સ્પા સંચાલક જયદીપ હમીરભાઈ મકવાણા રહે.મોણપુર, ચિતલ, જી.અમરેલી અને આરોપી નિશ્ચલ મહેશભાઈ ભીમાણી રહે.સ્કાય મોલ સામે, મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 20,500, 5 મોબાઈલ કિંમત રૂપિયા 1,15,000 સહિત 1,35,500નો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર,જે.સી.ગોહીલ પો.સબ.ઇન્સ, રાજદીપસિહ રાણા એ.એ.આઇ, કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ, સવજીભાઇ દાફડા એ.એસ.આઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ,જયવંતસિંહ ગોહીલ એ.એસ.આઇ,હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ,સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ, કપીલભાઇ ગુર્જર પો.કોન્સ, પૃથ્વીરાજસિંહ જાડેજા પો.કોન્સ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
