વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – ચોટીલા નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી આરોપી અરવિંદસિંહ ઉર્ફે એડો ઉર્ફે એડી મહિપતસિંહ ગોહિલ રહે.હાલ નવા ઢુંવા મૂળ રહે.ભડલી ગામ તા.સિહોર, જિલ્લો ભાવનગર વાળાને દેશી બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.