મોરબી : મોરબીના ચકમપર ગામે કોઈ હિસંક પશુએ બકરીનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. પહેલા દીપડા દેખા દીધી હોવાની ચર્ચા જાગી હતી. બાદમાં ગામના અગ્રણીએ કોઈપણ હિસંક પશુએ માલધારીના વાડામાં રહેલી બકરીનું મારણ પણ કર્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.
ચકમપર ગામના આગેવાન ધનજીભાઈ ભડાણીયાએ જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન જ દીપડો ગામમાં દેખાયો અને ગામના માલધારીની બકરીનું મારણ કર્યું હોવાની ગામમાં વાત ફેલાતા ગામમાં દહેશત ફેલાય હતી. જો કે કોઈએ દીપડાને જોયો નથી. આથી આ બકરીનું કોઈપણ હિસંક પશુએ કર્યું હોય શકે છે. ગ્રામ પંચાયત દ્વારા હાલ વન વિભાગને પણ જાણ કરી છે અને વન વિભાગની ટીમને આ બાબતથી સતર્ક કરવામાં આવી છે.


