મોરબી : હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા વેલેન્ટાઈન વીકની ઈકો વીક તરીકે ઉજવણી કરીને પર્યાવરણને ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ સ્વચ્છ ભારત, સુંદર ભારતના નારા પણ લગાવ્યા હતા. આ કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન રાકજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરી નવા બસ સ્ટેન્ડની સફાઈ કરી ચોખ્ખું કરી નાખ્યું હતું.

