Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ‘‘ડ્રાય ડે’’ જાહેર કરાયો

મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ‘‘ડ્રાય ડે’’ જાહેર કરાયો

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નિમિતે આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણીપંચની સ્થાયી સુચના અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ચૂંટણીપંચની સૂચના મુજબ ચૂંટણી હેઠળના આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલાં ભરવા તેમજ ‘’ડ્રાય ડે’’ જાહેર કરવો આવશ્યક જણાય છે.

હાલમાં મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા ‘’ડ્રાય ડે’’ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાક સુધી તેમજ મતગણતરીના દિવસે એટલે કે, તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના સમગ્ર દિવસ દરમિયાન “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી લીકર શોપ, હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ જેવા પરવાનેદારો દ્વારા દારૂનું વેચાણ, પીરસવા, સંગ્રહ કરવા પર તેમજ વ્યક્તિગત રીતે દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પર પરમીટ ધરાવતા વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments