Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૦૪/૦૨/૨૦૨૫ થી ૧૧/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી ૧૫ હોસ્પિટલમાં ૧૭૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૩ સ્કુલમાં ૧૯૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમ સત્રના ભાગરૂપે ૫૭ હોસ્પિટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ હોસ્પિટલોમાં ફાયર સેફટીની અપૂર્તતાના કારણે તેમણે નોટીસ પણ બજાવવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી ગાઈડલાઈન હોસ્પિટલને આપવામાં આવી હતી.

આ પ્રકારની તાલીમનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ/શાળાઓમાં તેઓને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક  ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના ટાળવા, જાન-હાનિ કે મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે રહેલો છે. આવી કોઈ દુર્ઘટનાના સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨-૨૩૦૦૫૦ અથવા ૧૦૧ પર સંપર્ક સાધી શકાશે. ગત તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા મોરબી મહાનગરપાલિકાના હયાત ફાયર સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી. ત્યારે ફાયર સ્ટેશન ખાતે ફાયર સ્ટાફની ડ્રિલ, ઉપલબ્ધ ફાયર વાહનો અને સાધનોનું અવલોકન કરવામાં આવ્યું હતું અને તેઓ તમામ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમ  ડેપ્યુટી કમિશનર, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments