વાંકાનેર શહેરમાં બ્રહ્મસમાજ સોસાયટી નજીક રેલવે ટ્રેક ઉપર કૂદકો મારતા ટ્રેન હડફેટે આવી જતા રાતીદેવડી ગામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેન આવતા સમયે જ કૂદકો મારી દેતા ટ્રેન હડફેટે આવી જતા રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર રેલવે સ્ટેશન માસ્તરે સીટી પોલીસને જાણ કરતા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.