મોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસે બે અલગ અલગ દરોડા પાડતા જેતપર પીપળી રોડ ઉપરથી એક યુવાનને વિદેશી દારૂ સાથે ઝડપી લેવાની સાથે રામકૃષ્ણ નગરમાં રહેણાંક મકાનમાંથી બિયરની કાચની બોટલ મળી આવતા બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના જેતપર પીપળી રોડ ઉપરથી તાલુકા પોલીસે આરોપી જસમત કાળુભાઈ ઇન્દરીયા રહે.કુંભારીયા ગામ, તા.માળીયા મિયાણા વાળાને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1704 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણ નગરમાં આરોપી મયુર સુરેશભાઈ મકવાણાના ઘરમાં દરોડો પાડી બિયરની 6 કાચની બોટલ કિંમત રૂપિયા 828 કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બન્ને કિસ્સામાં પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.