ટંકારામાં તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસ દ્વારા ફરિયાદી અજિતભાઈ મુળજીભાઈ ભાગીયાને રૂપિયા 5,00,000 પરત આપવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી થાય તેવી કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 0046/2025 બી.એન.એસ. કલમ-115(1),351(2) વિ. મુજબના ગુનાના કામે ફરીયાદી અજીતભાઇ મુળજીભાઇ ભાગીયા (રહે. હરીપર તા.ટંકારા જી.મોરબી) વાળા પાસેથી આરોપીઓએ રૂ. 5,00,000 ડરાવી ધમકાવી પડાવેલ હોય જે રોકડા રૂપીયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરીયાદીને રોકડા રૂ.5,00,000 પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રને સાર્થક કર્યું છે.
