મોરબી જિલ્લામાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ માળિયા મિયાણા નગરપાલિકાના મહિલા પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ મામલે વિગતો આપતા માળિયા મિયાણા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન ઇકબાલભાઈ જેડાએ જણાવ્યું કે નગરપાલિકાના પ્રમુખ મોવર રહેમતબેન સલેમાનભાઈએ રાજીનામુ આપી દીધું છે. તેઓની તબિયત સારી રહેતી નથી. ઉપરાંત તેઓ 10 કિમિ દૂર નવા અંજીયાસર ગામે રહે છે. તેઓ પૂરતો સમય ફાળવી શકતા ન હોય જેથી પદ છોડ્યું છે. હવે નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ અહીંના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. અહીં અઢી વર્ષની ટર્મમાં 11 મહિના બાકી છે. અહીં 6 વોર્ડ છે અને 24 બેઠક છે. જેમાં કોંગ્રેસ પાસે 23 અને ભાજપ પાસે 1 બેઠક છે.