સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળે અને લાંબા સમય સુધી યાદ રાખી શકે તે હેતુથી ધોરણ – 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસમાં આવતું પ્રકરણ ”સ્થાનિક સરકાર” અંતર્ગત 173 જેટલા વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ વિભાગ, મહેકમ વિભાગ, હિસાબી શાખા, કિસાન શાખા, આંકડાકીય શાખા સહિતના વિભાગો અંગે માહિતી મેળવી હતી. આ સાથે ડીડીઓ અને ડે. ડીડીઓ સાહેબને રૂબરૂ મળી વિવિધ વિભાગનોના કાર્યો વિશે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે મોરબી જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં જીલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ હીરાભાઇ ટમારીયા સહિતના મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ માહિતી આપી તે બદલ ઉમા વિદ્યા સંકુલ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ અઘારા દ્વારા મોરબી જિલ્લા પંચાયતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


