મહેન્દ્રગઢ-દેરાળા ગામના રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફ વણાંક પાસેનું નાલુ જર્જરિત હાલતમાં હોવાથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ડીડીઓને રજૂઆત કરી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના મહેન્દ્રગઢ – દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વણાંક પાસે નાલુ જર્જરિત હાલતમાં છે જેને પગલે ઉપરવાસના વિસ્તારમાં પાણીનો નિકાલ બંધ થયો છે જેથી ખેડૂતોના પાક અને જમીનને ભારે નુકશાન થઇ રહ્યું છે મહેન્દ્રગઢ ગામના લોકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જર્જરિત નાલાને કારણે ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે જેથી જર્જરિત નાલાને અગ્રતાના ધોરણે બનાવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
