મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા વેલેન્ટાઈન ડેની માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે 14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસને માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં માતા-પિતા અને વિદ્યાર્થી બાળકો જોડાયા હતા.
આવેલ દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની પૂજન કર્યું. સત્ય નારાયણ દેવની કથા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યજ્ઞ ચાલુ રહ્યો હતો. માતા પિતા પૂજન દરમિયાન બાળકો જ્યારે માતા પિતાને વ્હાલ અને આદરથી ભેટ્યા ત્યારે ખૂબ હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.




