મોરબી: ઉત્તર ભારતીય સ્વંય સેવા સમાજ-મોરબી ગુજરાત દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વીર શહીદ જવાનો માટે 2 મિનિટ મૌન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉત્તર ભારતીય સ્વંય સેવા સમાજ પ્રમુખ મધુસૂદન દુબે, સચિવ પંકજ મિશ્રા, મહામંત્રી લીલાધર, વિનોદ તિવારી તથા રવિન્દ્ર યાદવ, પપ્પુભાઈ, કરણભાઈ, અરૂણભાઈ, દિપકભાઈ, બિપિનભાઈ, અમિતભાઈ, પવનભાઈ, સંજયભાઈ, વિક્રમભાઈ સહિત અન્ય બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા


