મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી સમીર સારડા અને ડીવાયએસપી વી.બી. દલવાડી દ્વારા વૃદ્ધો અને મહિલાઓ માટે પોલીસ કર્મીઓને મદદ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારોને પોલીસ દ્વારા મતદાન બુથ સુધી લઈ જઈ મતદાન કરાવ્યું હતું.
મોરબી : આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો છે. વાંકાનેર અને હળવદમાં વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગોને મતદાન કરાવવા માટે પોલીસની ટીમો ખડેપગે છે.