107 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે
મોરબી : મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. કોંગ્રેસ શાસિક માળીયા મિયાણા નગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી અગાઉ આ બન્ને બેઠકો બિન હરીફ થતા હવે હળવદ નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકાની અને જિલ્લાની બે તાલુકા પંચાયતમાં માળીયાની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપૂર બેઠકની આજે ચૂંટણીનો પ્રારંભ થયો છે. કુલ 53 મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાંકાનેર નગરપાલિકાની 32 બેઠકો માટે 12 ઉમેદવાર બી.જે.પી., કોંગ્રેસના 9, બસપા 2 , આપના 5, 4 એનસીપી તેમજ હળવદ નગરપાલિકાની 70 બેઠકો માટે 28 બીજેપી, 27 કોંગ્રેસ, 5 બીએસપી, 10 આપ,
ચંદ્રપૂરની 3 બેઠકો માટે બીજેપી 1, કોંગ્રેસ 1, બીએસપી 1, 1 અપક્ષ,, સરવડની બે બેઠક માટે એક ભાજપ અને એક કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામ્યો છે.
મોરબી જિલ્લામાં 2 નગરપાલિકા માં ચૂંટણી યોજાશે
1) વાંકાનેર નગરપાલિકા
વોર્ડની સંખ્યા -7
બેઠકોની સંખ્યા -28
મતદાન મથકો-22
પુરુષ મતદારો -11424
સ્ત્રી મતદારો -10948
કુલ-22372
નોંધ -કુલ 28 માંથી 13 બેઠકો બિન હરીફ થતા 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે
હળવદ નગરપાલિકા
વોર્ડની સંખ્યા-7
બેઠકોની સંખ્યા -28
પુરુષ મતદારો -14107
સ્ત્રી મતદારો-13364
કુલ મતદારો-27471
આમ કુલ 43 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે
નોંધ -માળીયા મીં નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી બિનહરીફ થતા હવે માત્ર વાંકાનેર અને હળવદ નગરપાલિકાની જ ચૂંટણી યોજાશે.
પેટા ચૂંટણી
વાંકાનેર તાલુકા પંચાયતની ચદ્રપુર બેઠકમાં 7 મતદાન મથકો
પુરુષ મતદારો -3602
મહિલા મતદારો -3560
કુલ મતદારો 7162
માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠક માટે 4 મતદાન મથક
પુરુષ મતદારો-1600
મહિલા મતદારો-1516
કુલ મતદારો -3116
આમ કુલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ પુરુષ મતદારો 31837
મહિલા મતદારો-30382
કુલ મતદારો 62219

