મોરબીમાં આવેલ નવયુગ સંકુલ ખાતે તાજેતરમાં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના બાળકો દ્વારા ડાન્સ અને નાટયકરણ દ્વારા માતા પિતા લાગણી સમજે તે રીતે સુંદર રજુઆત કરવામાં આવી હતી તેમજ ધો.7ના વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતા સાથે બેસીને કૃતજ્ઞતા કાર્યક્રમ રજૂ કર્યો હતો અને પૈજા રવિરાજભાઈ, બેંજો વાદક તથા ભજનીક એવા શૈલેષભાઇ મહારાજથી કરુણ રસ સાથે સાહિત્ય ધર્મ-નૈતિકતા સાથે ગાયન-વાદન રજૂ કરાયું હતું અને વિદ્યાર્થીઓ થકી માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને સનાતન ધર્મને સાથે રાખીને એક વિદ્યાર્થી અને વાલીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો

