મોરબી એલસીબી ટીમને ચોટીલા તરફથી કારમાં દેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જીજે – 01 – આરએમ – 3763 નંબરની આઈ ટવેન્ટી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી વિજય લાખાભાઈ ચૌહાણ અને જયંતીભાઈ જક્સીભાઈ ચૌહાણ રહે.બન્ને ચિરોડા તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી 80 હજારની કિંમતનો 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો ચિરોડા ગામની ફરીદા જયંતીભાઈ ચૌહાણે મોકલ્યો હોવાનું અને મોરબીના રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને આ જથ્થો આપવાનો હોવાનું કબુલતા બન્નેને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.