Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા

મોરબી દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા

સંતો-મહંતો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આગામી ગોસ્વામી સમાજ ના બીજા સમૂહલગ્ન તા 23/02 ના રોજ યુવક મંડળ દ્વારા યોજાશે

શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં ૫ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા જેમાં કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના સહિત ૮૮ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો એ પ્રવચનમાં તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો તેમજ મોંઘવારી માં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહલગ્ન માં જોડાવવા પર ભાર મુક્યો હતો તેમજ સમાજ ને વધુ ને વધુ સંગઠિત બનાવવા પર ભાર મુક્યો હતો

રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહલગ્નમાં મહંત શીવશંકરગીરી, મહંત બલરાજગીરી સહિત સમાજના રસીકગીરી નવલગીરી દીનેશગીરી હીરાગીરી પ્રમુખ છાત્રલય રાજકોટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહલગ્નને સફળ બનાવવા ડો જયદીપપુરી રાજેશગીરી મહેન્દ્રનગર, અરવિંદવન, પ્રવિણગીરી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા તા ૨૩/૦૨ એ છઠ્ઠા સમૂહલગ્ન યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત છઠ્ઠા સમૂહલગ્ન આગામી તા ૨૩/૦૨ ને રવિવારે સવારે ૯ વાગ્યે સાઈબાગ ગ્રાઉન્ડ જનકલ્યાણનગર ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ સામાકાંઠે યોજાશે જેમાં સાત નવદંપતિઓ લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્ન ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી પૂર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments