મોરબી : મોરબીની એસ.ઓ.જી. ટીમ દ્વારા શિક્ષણ વિભાગની સાથે રહીને મોરબી જિલ્લાની અલગ અલગ ત્રણ શાળા-કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવા તેમજ તેનાથી થતી આડ અસરો અંગેના અવેરનેસના કાર્યક્રમ કરવા સૂચના હોય જે અન્વયે 17 ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લામાં આવેલ નેસ્ટ-કે-ટવેલ વિદ્યાલય, એમ.પી. દોશી વિદ્યાલય-ટંકારા અને ધ ફૈઝ બ્રાઈટ સ્કૂલ-વાંકાનેર ખાતે એસ.ઓ.જી.ની ટીમના અધિકારી-કર્મચારી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકોની ઉપસ્થિતિમાં નાર્કોટિક્સ માદક પદાર્થની ઉત્પતિ તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી થતી આડ અસરો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ આવી ગેર પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે તો લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપરોક્ત ત્રણેય સ્કૂલના કુલ 237 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.
