મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી GMERS મેડિકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. દિપક બાવરવા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર, લાલપર ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી મેહુલભાઈ દલસાણીયા અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સૌએ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.
આ કેમ્પમાં લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 40 યુનિટ બ્લડ કલેક્શન થયું હતું. આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક.સેતાભાઈ, ગાંભવાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર મોરબી ડો. રાહુલ કોટડીયા, મેડિકલ ઓફિસર લાલપર રાધિકા વડાવીયા, આયુષ મેડિકલ ઓફિસર ડો. જયેશ રામાવત, મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના આરોગ્ય સ્ટાફ તથા લાલપર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી.


