મોરબી : આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા તારીખ 23-2-2025 ને રવિવારના રોજ મોરબી-જામનગર- રાજકોટ આયોજિત 17મા સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીના કોયલી ખાતે સમૂહલગ્ન સભા મંડળમાં કરવામાં આવ્યું છે.
આ સમારોહના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, અતિથિ વિશેષ તરીકે તાલાળા ધારાસભ્ય ભગાભાઈ બારડ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ભાવનગર એડિશનલ કલેક્ટર જયશ્રીબેન જરું કુંભરવાડિયા, ભાવનગર જી.એસ.ટી. નિર્મલભાઈ ધીરુભાઈ ગોગરા, જામનગર જિલ્લા સહાયક નિરીક્ષક વિક્રમભાઈ સાદુરભાઈ ખૂંગલા અને મોરબી રાજ્ય વેરા અધિકારી જી.એસ.ટી. હિતેશભાઈ વાલજીભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે.
સંસદીય પ્રણાલીના પ્રખર અભ્યાસુ સપષ્ટ વક્તા શિસ્તના આગ્રહી કન્યા કુમાર કેળવણીના હિમાયતી સોરઠના સિંહ સ્વ. જશુભાઈ ધાનાભાઈ બારડના ચરણોમાં 17મા સમૂહ લગ્ન અર્પણ તથા આમરણ ચોવીશીના ગામોમાં ભૂતકાળમાં રાજકીય જાગૃતિ લાવનાર સમાજમાં કુરિવાજોને તીલાંજલી આપીને પરિવારના દીકરા દીકરીને ભણાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ રહેનાર શુભ નિષ્ઠા ખંત વફાદારીના પ્રતિક નખસિખ ગાંધીવાદી વિચારસરણી ધરાવત સેવાના ભેખધારી સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડિયાના ચરણો અર્પણ કરવામાં આવે છે

