મોરબી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી તાલુકાની કાલિકાનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રજાપતિ કેતનભાઈ ધરોડીયા દ્વારા રક્તદાન કરી સમાજને ઉપયોગી અને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. તેઓ દ્વારા આ પ્રરણારૂપી સેવા કરવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તેમને પ્રમાણપત્ર અર્પણ કરી તેમની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે શિક્ષક કેતનભાઈ પ્રજાપતિ દ્વારા પણ લોકોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
