મોરબીમાં આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે. અહીં સવારથી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા તે અંગેની વિગતો સાંજે જાહેર થશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત એક રોડ પસંદ કરી ત્યાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે. સવારથી સો ઓરડી ચોક પાસેથી જેસીબીની મદદથી દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ છે. અનેક લોકોએ ઓટા અને છાપરા અગાઉથી જ હટાવી લઈ મહાપાલિકાને સહકાર આપ્યો છે. લોકો આવી રીતે જ સહકાર આપે તેવી અપેક્ષા છે.

