મોરબી : મોરબીના લીલાપર રોડ પર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝનનો રસ્તો સરખો કરવા માગ ઉઠી છે. રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લીલાપર રોડ પર ઈલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ ડાયવર્ઝનનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. વાહનચાલકોને અને રાહદારીઓને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે તંત્રને ટેલિફોનિક અને રૂબરૂમાં પણ રજૂઆત કરી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.
જો તાત્કાલિક ધોરણે આ રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવાયું છે.