મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે બેલા(રંગપર) ગામે દરોડો પાડયો હતો. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા રમેશભાઈ પરસોત્તમભાઈ અઘારા, વિનોદભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ ગાંડુભાઈ ચાપાણી, ભરતભાઈ શિવલાલભાઇ સંઘાણી, અંકીતભાઈ રણછોડભાઈ કણસાગરા અને વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ રૂગનાથભાઈ માકાસણા નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ.-5,43,900, 6 મોબાઈલ ફોન, ત્રણ વાહન સહીત કુલ 10,83,900નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાંકામગીરીમાં પોલીસ ઇન્સેકટરએસ.કે.ચારેલ તથા પો.સ.ઇ.એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઈ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરવિંદભાઇ મકવાણા તથા કુલદિપભાઇ કાનગડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા વિજયભાઇ ડાંગર તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
