મોરબીમાં જુગારના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રવજીભાઇ બાબુભાઇ મકવાણા, શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, નીમુબેન રાજેશભાઇ સનુરા અને મધુબેન દિલીપભાઇ પાટડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,300 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકી વાસ ચોકમાં દરોડો પાડી આરોપી નદીમ અબુભાઈ સેતા અને પ્રવીણ માવજીભાઈ મકવાણા નામના શખ્સોને જાહેરમાં જુદા જુદા દરની ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.