મોરબી શહેરમા પંચાસર રોડ ઉપર વૃષભનગર સોસાયટીમાં રહેતા પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ફ્લેટના ધાબા ઉપર પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. મોરબીના પંચાસર રોડ ઉપર વૃષભનગરમાં ઉમા ટાવર નામના બિલ્ડીંગમાં રહેતા ઊર્મિલાબેન નીતિનભાઈ અઘારા ઉ.45 નામના પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ફ્લેટના પાંચમા માળેથી નીચે પડતું મુકતા માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.