રાજ્ય સરકારના નાંણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં વર્ષ 2025-26ના બજેટને રજુ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ નવી યોજનાઓની તેમજ રાજ્યના વિકાસ માટે અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે નવી જાહેરાતની સાથે નવી નિર્માણ પામેલી મહા નગર પાલિકાઓને પણ મોટી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દર નવી જાહેર મનપાને 2300 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. જેમાં મોરબી મહાપાલિકાનો સમાવેશ થાય છે.મોરબી સાહિત 9 મહાપાલિકા રૂ.2300 કરોડની ફાળવણી બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારનો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ આભાર માન્યો છે.
