વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫ અન્વયે એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની કાર્યવાહી
મોરબી : વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫ અન્વયે વલસાડના જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ૧૬ દિવસમા ૩૦ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી શ્રેષ્ઠ કાર્યવાહી કરી હતી. સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રક્રીયા શાંતીપુર્વક થાય તે માટે પોલીસે આ કાર્યવાહી કરી હતી.
વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫ અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રક્રીયા શાંતીપુર્વક થાય જે અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS), ગુજરાત રાજય, ગાંધીનગરની સુચના તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS). સુરત વિભાગ, સુરત નાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલાએ તા-૦૫/૦૨/૨૦૨૫ થી તા-૨૦/૦૨/૨૦૨૫ સુધી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ તથા વાપી વિભાગની વિશેષ સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી તથા જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા સારૂ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તથા હ્યુમનસોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતી મેળવી ખંતપુર્વક મહેનત કરી ફકત ૧૬ દિવસમા વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓના કુલ-30 નાસતા ફરતા-વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
