હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે મિત્રની વાડીમાં આવવાની એક શખ્સને ના પાડતા આરોપીએ યુવાનના કાને બચકું ભરી ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા રવિભાઈ કાળુભાઇ દલસાણીયાએ આરોપી જીવાભાઈ અરજણભાઈ આકરીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના મિત્ર હસમુખભાઈ જાદવની વાડીમાં આરોપી જીવાભાઈ આવતો હોય જેથી વાડીએ નહિ આવવા કહેતા આરોપીને સારું નહીં લાગતા ઢીકા પાટુનો માર મારી કાનમાં બચકું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.