Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiબજેટ - ૨૦૨૫ એ ગામડા - ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો,...

બજેટ – ૨૦૨૫ એ ગામડા – ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓ નું ઉત્કર્ષ એ ગુજરાત સરકાર નું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા.

મોરબી:ખેડૂતો યુવાને અને મહિલાઓને આકૃષિત કરતું ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું બજેટ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઇ એ રજૂ કર્યું હતું જેને કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ આવકરતા જણાવ્યું હતું કે ૩.૭૦ લાખ કરોડનું ગુજરાત નાં સર્વાંગી વિકાસ દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મ સ્થળોના વિકાસ, આદિજાતિ, ઉર્જા, દરેક ક્ષેત્રને આવકારતું પ્રજાહિત લક્ષી બજેટ છે, શિક્ષણ વિભાગ માટે ૫૯,૯૯૯ કરોડ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે ૬૮૦૭ કરોડ, આરોગ્ય વિભાગ માટે ૨૩,૩૮૫ કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૭૬૬૮ કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે ૨૭૧૨, રમત – ગમત – યુવા વિભાગ માટે ૧૦૯૩ કરોડ ની જોગવાઈ, આંગણવાડી માટે ૨૭,૪૪,૮૨૭ કરોડ ની જોગવાઈ, ૩ લાખ થી વધુ આવાસ બનાવશે, આઈ.ટી.આઈ અપગ્રેડ માટે ૪૫૦ કરોડ ની જોગવાઈ, મહિલાઓના આત્મનિર્ભરતા માટે ૧૦૦ કરોડની જોગવાઈ, શહેરી વિકાસ વિભાગ માટે ૩૦,૩૨૫ કરોડની જોગવાઈ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે ૧૩,૭૭૨ કરોડની જોગવાઈ, જળ સંપતિ વિભાગ માટે ૧૩,૩૬૬ કરોડની જોગવાઈ, વાહન વ્યવહાર અને બંદર વિભાગ માટે ૪૨૮૩ કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે ૨૨,૪૯૮ કરોડ, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે ૪૭૫ કરોડ, પશુ આરોગ્ય સેવાઓ માટે નવા ૨૫૦ પશુ દવાખાના બનશે, કચ્છ, અમદાવાદ, જુનાગઢ ખાતે મેગા ફૂડ પાર્કનું આયોજન, ખેડૂતોને વીજ સહાય માટે ૧૦,૬૧૩ કરોડ, ખેડૂતો ને ટ્રેક્ટર ખરીદી સહાય માટે ૮૦૦ કરોડ, જે આવકારવા દાયક છે તેમ શ્રી ચાવડા એ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments