Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જીલ્લાની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવરનેશ કાર્યક્રમ કરતી એસ.ઓ.જી ટીમ મોરબી

મોરબી જીલ્લાની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવરનેશ કાર્યક્રમ કરતી એસ.ઓ.જી ટીમ મોરબી

મોરબી : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ ડ્રગ્સ અંગેની જાગૃત્તા અને અવેરનેશના કાર્યક્રમો કરવા જરૂરી સુચનો આપ્યા હતા. જેના સંદર્ભે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો.

ગઇ તા.૩૦/૦૧ ના રોજ મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટરની અધ્યક્ષતામાં યોજેલ મીટીંગમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અન્વયે શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે જાગૃત્તા લાવવા તેમજ તેની થતી આડ અસરો અંગેના અવેરનેશના કાર્યક્રમો કરવા જણાવેલ હોય જે અન્વયે તા.૨૦ના રોજ મોરબી શહેરમાં આવેલ પી.જી.પટેલ કોલેજમાં એસ.ઓ.જી. ટીમના પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ. ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતીમાં નાર્કોટીક્સ માદક પદાર્થની ઉત્પતી તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનસ જીવન ઉપર થતી આડ-અસરો તથા આવી પ્રવૃતિ ધ્યાન ઉપર આવ્યે લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે PowerPoint Presentation દ્વારા વિદ્યાર્થીઓને સમજ કરી માર્ગદર્શન આપવામાં આવેલ. અને કાર્યક્રમ દરમ્યાન ઉપરોક્ત ત્રણ સ્કુલોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મળી આશરે કુલ- ૪૭ જેટલા હાજર રહેલા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments