મોરબીના સામાકાંઠે એન.જી.મહેતા હાઇસ્કુલમાં તસ્કરોએ પ્રવેશી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે આચાર્ય દીપાલીબેને જણાવ્યું કે નઝરબાગ ખાતે આવેલી એન.જી.મહેતા હાઈસ્કૂલમાં ગત રાત્રીના તસ્કરો ગેટના નકુચા તોડીને પ્રવેશ્યા હતા. તેઓ આકડીયા અને નકુચા પણ સાથે લઈ ગયેલ છે. ઉપરાંત તેઓએ ઇલેક્ટ્રિક મોટરની પણ ચોરી કરી છે. સવારે જ્યાંરે તેઓને જાણ થતાં જ બી ડિવિઝન પોલીસને અરજી આપી હતી. પોલીસ દ્વારા શાળાની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનાની અંદર અગાઉ પણ બે વખત શાળામાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ શૈક્ષણિક સંસ્થા હોય, અહીંની દરેક વસ્તુઓ બાળકોના હક્કની છે. ત્યારે અહીં ચોરીના બનાવો બનતા અટકાવવા માટે પોલીસ વિશેષ ધ્યાન આપે તે જરૂરી છે.


