મોરબી : મિશન નવ ભારત સંગઠનના મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઈ છે.
મિશન નવ ભારત મોરબી જિલ્લા પ્રમુખ તરીકે રામભાઈ જીલરીયા, મહામંત્રી તરીકે સ્મિતભાઈ દેસાઈ, મહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લ, ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકી, મંત્રી તરીકે નિખિલભાઈ પોપટ, દિવ્યેશભાઈ સંઘાણી, ભરતભાઈ દેગામા, દિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાની વરણી કરાઈ છે.
