Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiરોગ પ્રતિકારક શક્તિ વર્ધક: સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય

રોગ પ્રતિકારક શક્તિ વર્ધક: સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય

વર્તમાન સમયમાં જેવી રીતે સમગ્ર દેશ કોરોનાથી લડી રહ્યો છે ત્યારે કોરોનાની ગાઇડલાઈન્સનું પાલન તો જરૂરી છે જ સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રીતે જળવાઈ રહે તે પણ એટલું જ મહત્વનું છે. જેમાં આયુર્વેદ ખુબ કારગત નીવડે છે. ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. તેના અન્ય પણ જોરદાર ફાયદાઓ છે જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. ગિલોય બદલાતી સીઝનમાં અનેક પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ગિલોયનો ઉપયોગ કોરોના વાયરસ સામે રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ થઈ રહ્યો છે. 

ગિલોય એક આયુર્વેદિક ઔષધી છે. તે એક વેલ છે, જેનાં પાન મોટા અને ચીકણા હોય છે. તે ખાલી મેદાન, રોડ-રસ્તાની કિનારીઓ, જંગલ, પાર્ક, બાગ-બગીચા, ઝાડી-ઝાંખરાં અને દીવાલો પર ઉગે છે, પરંતુ તેને ઘરમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. બજારમાં પણ ગિલોયની વિવિધ દવાઓ અને ઉકાળા ઉપલબ્ધ છે.  દરરોજ ગિલોયનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. કારણ કે તેમાં ગિલોસ્ટેરોલ, ગ્લુકોસાઈડ, બર્બેરિન, ગીલોઈન, ગીલોઈન્ન આલ્કલાઇડ જેવા તત્વો હોય છે. આ તત્વો તાવ, ફ્લ્યુ, ડેન્ગ્યું, મેલેરિયા, પેટની સમસ્યા, લો બ્લડ પ્રેશર, હ્રદય રોગ, એલર્જી, ડાયાબીટીસ, સ્કીનને લગતી બીમારીઓ વગેરે દુર કરવામાં મદદરૂપ બને છે. ગિલોયને આંબળા સાથે લેવાથી ચામડી સંબંધી રોગો જેવા કે એગ્જમાં, સોરીયાસીસ તેમજ લોહીની કમી, કમળો વગેરે જેવા રોગોથી રાહત મેળવી શકાય છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments