મોરબી શહેરમાં આવેલ સબજેલ પાછળ બાલમંદિર પાસે જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સો એક યુવાન ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સબજેલ પાછળ બાલમંદિર પાસે આરોપી મુસ્તુ દાદુભાઈ દાવલિયા, તૌફિક રફીકભાઈ મકરાણી અને અનવર મુસાભાઈ કુરેશી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી તોસિફ ઉર્ફે ચકો મહેબૂબભાઈ બ્લોચ ઉપર જૂની અદાવતનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.