મોરબી : માર્ગ સલામતી માસ-2025 અંતર્ગત જિલ્લા માર્ગ સલામતી સમિતિ-મોરબી અને એઆરટીઓ કચેરી મોરબી દ્વારા આજરોજ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ મોરબીની ARTO કચેરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણી પ્રસંગે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં એઆરટીઓ રોહિત પ્રજાપતિ તેમજ કચેરીના તમામ સ્ટાફ અને અન્ય નાગરિકોએ રક્તદાન કર્યું હતું. તમામ રક્તદાતાઓને ટુ-વ્હીલર ડીલરો દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ રક્તદાન શિબિરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરબીના બ્લડ સેન્ટરનો સાથ સહકાર મળ્યો હતો




