માલધારી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત
મોરબી : કચ્છ જિલ્લામાં હિજરત કરી મોરબી જિલ્લામાં આવતા માલધારીઓના પશુઓની ચોરીના બનાવો વધી રહ્યા હોવાની રાવ સાથે માલધારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે.
માલધારી વિકાસ સંગઠનના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીએ રજુઆતમાં જણાવ્યું છે કે કચ્છમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ ચરિયાણ માટે હિજરત કરી મોરબી જિલ્લામાં આવે છે. આ માલધારીઓ માળિયા, આમરણ, ટંકારા, વાંકાનેર, મોરબીના સીમાડાઓમાં પડાવ નાખે છે. ત્યારે તેઓના ઘેટા-બકરાની ચોરી થઈ જાય છે. આવા બનાવો ખુબ વધ્યા છે. ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
