ગત તા.૨૪/૨/૨૦૨૫ સોમવારે આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્ર ના માનનીય સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ. ભાડેસિઆ સાહેબ નો ૬૬ મો જન્મદિવસ સામાજિક સમરસતા વિષય ને અનુરૂપ દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો
આર એસ એસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર જે રોહિદાસપરા માં આવેલું છે.બાલિકા પ્રીતિ બેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ.સાહેબ નું સ્વાગત તથા આ વિસ્તાર ના લોકો એ પ્રાર્થના,શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવી ને ડૉ.સાહેબ ને શુભ કામનાઓ પાઠવી હતી..બાલ સંસ્કાર કેન્દ્ર ના તમામ બાળકો ને ડૉ. ભાડેસિઆ સાહેબ તરફ થી સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટ માં આપવામાં આવી હતી
સામાજિક સમરસતા ના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.સાહેબ ને ડૉ.બાબા સાહેબ આંબેડકર જી ની સુંદર કૃતિ ભેટ માં આપવામાં આવી હતી..પ્રવીણભાઈ ચાવડા દ્વારા ઉપસ્થિત તમામ ને આઈસ્ક્રીમ આપવામાં આવેલ..
આ કાર્યક્રમ ની સફળતા માટે લાલજીભાઈ કુનપરા,હરિભાઈ સરડવા,મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડા એ જહેમત ઉઠાવી હતી…સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા,પ્રવીણભાઈ સોલંકી,અશોકભાઈ રામાણી,જગદીશભાઈ ચાવડા,કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા …



