વાંકાનેર શહેરમાં ગાયત્રીમંદિર રોડ ઉપર રહેતા મૂળ વડોદરાના રહેવાસી કેશુબેન પ્રવીણભાઈ નકુમ ઉ.51 નામના મહિલાને કેન્સરની બીમારી સબબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.