મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ખુલ્લી કુંડીઓ જીવલેણ બને તે પૂર્વે તંત્રએ ખાસ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવાની જરૂર છે. આજે 8એ નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે પેટ્રોલ પંપની સામેની બાજુએ સર્વિસ રોડ ઉપર એક કુંડી જે ઉપરથી પાણીથી ઢંકાયેલી હોય, એક બાઇક ચાલક તેમાં બાઇક સાથે પડી ગયા હતા. જો કે બાઈકચાલકને કોઈ મોટી ઇજા ન પહોંચતા મોટો બનાવ બનતા સહેજમાં ટળી ગયો હતો.
