મોરબી : મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના મો મીઠા કરાવી કુંમ કુંમ તિલક કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને ધો.10ના પ્રથમ પેપર ગુજરાતી અને ઈંગ્લીશ વિષયની પરીક્ષા લેવાના આવી હતી. જેમાં આજે ગુજરાતી વિષયની પ્રથમ પેપરમાં 12483 માંથી 12268 વિદ્યાર્થીઓ હાજર અને 215 ગેરહાજર રહ્યા હતા. જ્યારે ઈંગ્લીશ વિષયમાં 398માંથી 397 હાજર અને એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. એટલે આજે પ્રથમ ગુજરાતી અને ઈંગ્લીશના પ્રથમ પેપરમાં કુલ 12902માંથી 12686 હાજર અને 216 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

