મોરબી : સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો પર આવતા વિદ્યાર્થીઓને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જેમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓને ટંકારા પોલીસ દ્વારા પુષ્પ આપી ઉત્સાહ પૂર્વક અને ચિંતા મુકત થઈ પરીક્ષા આપવાની શુભકામનાઓ આપવામાં આવી હતી.






