મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા સમાજ સેવા અંતર્ગત 27 ફેબ્રુઆરીના રોજ મોરબી-1 અને મોરબી -2 માટે “અડોપ્શન ઓફ મા” પ્રોજેક્ટ હેઠળ 15 વૃદ્ધ માતાઓને પુનઃ 12 મહિનાં સુધી બેઝિક રાશન કીટ આપવામાં આવી હતી. ગત વર્ષે પણ આ પ્રોજેક્ટ હેઠળ 6 વૃદ્ધ માતાઓને આ કીટ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ વૃદ્ધ માતાઓને દર મહિને જીવન જરૂરી રાશન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તેઓ તેમની દૈનિક જીવનનિર્વાહ સરળતાથી કરી શકે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ માતાઓને માન-સન્માન અને સહાયતા પ્રદાન કરવો છે. મુસ્કાન વેલફેર સોસાયટી લાંબા સમયથી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો હાથ ધરી સમાજના જરૂરિયાત વર્ગોની સેવા માટે સમર્પિત છે અને ભવિષ્યમાં પણ આવી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખશે.

